29 Feb 2016

Halarda Mp3 Download - હાલરડા

નિર્વ્યાપારાવસ્થા એટલે મનની શાંત અવસ્થા, મનમાં ચાલતા વ્યાપારોના શમનની અવસ્થા. બીજા શબ્દોમાં કહીએ તો સ્વપ્નરહિત મનની ગાઢ નિદ્રાની અવસ્થા. જેટલો વધુ સમય બાળક ગાઢ નિદ્રામાં રહી શકે તેટલો ઉત્કૃષ્ટ મનોવ્યાપાર તે જાગ્રતાવસ્થામાં કરી શકે. નિર્વ્યાપાર અવસ્થા મનની સહજાવસ્થા છે અને હાલરડાં મનને સહજાવસ્થામાં સ્થિર કરે છે. ધ્વનિ મનની સહજાવસ્થા ટકાવે છે આથી હાલરડાં બંધ થતાં બાળક રડે છે. આજે બધાં એમ માને છે કે બાળકને સારું ગાવાનું, સારો અવાજ સાંભળવા મળતો બંધ થાય છે તેથી બાળક રડે છે, પરંતુ વાત સાચી નથી. હાલરડાંનો ધ્વનિ બાળકના મનને સહજાવસ્થામાં લઈ જાય છે, પરંતુ હાલરડાં બંધ થતાં બાળક સહજાવસ્થામાં જઈ શકતું નથી તેથી તે રડે છે. આથી હાલરડાં ગાવા અત્યંત અનિવાર્ય છે.
આજે સભ્યતા અને સંકોચના કારણે હાલરડાં ખલાસ થયાં. ભણેલી માતા હાલરડાં ગાવામાં અસભ્યતા કે સંકોચનો ભાવ અનુભવે છે. બાળકની પાસે હાલરડાં ગાતી, બીજાને પોતે કેવી લાગશે ? એમ વિચારીને ભણેલી માતા હાલરડાં ગાતી નથી.હાલરડાં મનની પ્રતિકારકશક્તિ વધારે છે. મનને તે મજબૂત બનાવે છે. મનની પ્રતિકારશક્તિ વધે તો કોઈ પણ પરિસ્થિતિ મન પર સવાર થઈ શકતી નથી. પ્રત્યેક પરિસ્થિતિમાં મન તેની સ્વસ્થતા જાળવી શકે છે. પ્રતિકારશક્તિ ધરાવતું મન પ્રલોભનને ઠુકરાવી શકે છે
Share This
Previous Post
Next Post