4 May 2016

Ranmal Talav jamnagar - પરિચય

કાઠિયાવાડના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય નવાનગર ઉર્ફે જામનગર છે. કચ્છની ધરા પર ચાર વર્ષ રાજગાદી ભોગવીને જામરાવળજી (સં. ૧૫૬૧થી ૧૬૧૮) એ સૌરાષ્ટ્રમાં આવી જામખંભાળિયામાં ગાદી સ્થાપી અને થોડા વર્ષો પછી નવાનગરની સ્થાપના કરી.જામે નગર વસાવ્યું હોવાથી પાછળથી જામનગર તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તળાવ-સરોવરના સંદર્ભે ગુજરાતના નગરોની  એક આગવી ઓળખ છે, અમદાવાદનું કાંકરિયા. ભૂજનું હમીરસર, વડોદરાનું સુરસાગર, ભાવનગરનું ગૌરીશંકર સરોવરની જેમ રણમલ તળાવ જામનગરની ઓળખ જ નહીં, પણ આન, બાન અને શાન બની રહ્યું છે.
Share This
Previous Post
Next Post