આજે ૧૫ નવેમ્બર,ગિજુભાઇ બધેકાની જન્મજયંતિ
'મૂછાળી મા' - ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં
વિપુલપણે પ્રગટાવ્યું છે.