રાષ્ટ્રીય પર્વ
પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા લાલકિલ્લા પર ધ્વજ
ફરકાવવામાં આવે છે. ૨૬મી જાન્યુઆરીએ સૈન્યની ત્રણેય પાંખો દ્વારા જુદાં
જુદાં રાજ્યોના સુરક્ષા જવાનો અને એનસીસીનાં બાળકો દ્વારા પરેડ યોજવામાં
આવે છે.૧૫મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. ૧૫મી ઓગસ્ટે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવી હતી. જ્યારે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ આપણે આપણા દેશ માટે ઘડેલા બંધારણના અમલનો પ્રારંભ કર્યો હતો.
ડો. ભીમરાવ આંબેડકર, જેમને બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી ઓળખવામાં આવે છે તેમની આગેવાની હેઠળ ભારતનું બંધારણ ઘડાયું હતું.સમગ્ર વિશ્વમાં જેટલા પણ દેશો છે એ બધામાં ભારતીય બંધારણ સૌથી લાંબું છે. ભારતનું બંધારણ આદર્શ મનાય છે.
પ્રજાસત્તાક દિને રાષ્ટ્રપતિ દ્વારા લાલકિલ્લા પર ધ્વજ ફરકાવવામાં આવે છે. ૨૬મી જાન્યુઆરીએ સૈન્યની ત્રણેય પાંખો દ્વારા જુદાં જુદાં રાજ્યોના સુરક્ષા જવાનો અને એનસીસીનાં બાળકો દ્વારા પરેડ યોજવામાં આવે છે. આ પરેડમાં રાજ્યો દ્વારા તેમની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો પણ સામેલ હોય છે.
આ પરેડ ત્રણ દિવસ સુધી ચાલે છે. ૨૯ જાન્યુઆરીના રોજ વિજય ચોક ખાતે સાંજે ૬ વાગ્યે પરેડની પૂર્ણાહુતિ થાય છે. આ સમારંભને બિટીંગ રિટ્રિટ તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન આ દિવસે અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે.૨૬ જાન્યુઆરીના દિવસે ભારતીય સેના સાથે જોડાયેલા જવાનોનાં શૌર્ય અને સાહસને સન્માનવા માટે પરમવીર ચક્ર, વીર ચક્ર, મહાવીર ચક્ર જેવા વીરતા પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ ઉપરાંત જે પણ બાળકોએ સાહસિક કાર્ય કર્યું હોય તેમનાં શૌર્ય અને સાહસને બિરદાવવા માટે નેશનલ બ્રેવરી એવોર્ડ એટલે કે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે ત્યારે ધ્વજને ૨૧ તોપોની સલામી આપવામાં આવે છે.