કન્યા કેળવણી નિધિ
વિદ્યાર્થિનીઓને નિયત
કરેલા અરજીપત્રકમાં યોજનાવાર દર્શાવેલા જરૂરી આધારો સાથે,
સંબંધિત હાલની સંસ્થાના વડાના સહી-સિક્કા કરાવી સંપૂર્ણ વિગતો ભરીને નીચે જણાવેલ આ કચેરીના સરનામે મોડામાં મોડી તા. ૧૫/૦૧/૨૦૧૪ સુધીમાં મળે તે રીતે રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બહાર આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહી.
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી
દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં
દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન
સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૮૫ કરોડ
જેટલી રકમ એકત્રિત
થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ
આપવામાં આવેલ છે. માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે
મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા
થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ
અમલમાં મૂકેલ છે. વર્ષઃ
૨૦૦૫ -૦૬ થી અત્યાર સુધીમાં ૫૧૦૧૨ લાભાર્થી કન્યાઓને ૨૧.૪૦ કરોડની સહાય
વિવિધ યોજનામાં આપવામાં આવી છે.
|