તારીખ 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે . જુદી જુદી રીતે
પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ.
આ દિવસે સ્ત્રી પુરુષો સુંદર આકારનાં ક્રિયેટિવ લખાણ વાળાં
ગ્રીટીંગ-કાર્ડઝ,ચોકલેટ-બોક્સ, ફ્લાવર્સ-બૂકે વિગેરે ચીજો એક
બીજાને ભેટ આપીને પ્રિય વ્યક્તિ તરફના પોતાના પ્રેમની અભિવ્યક્તી કરે છે .
આમ જોવા જાવ તો ‘ વસંત ‘ કે વેલેન્ટાઇન
ડે એ “ વહાલ પર્વ “ છે . આ દિવસે તમે પ્રદર્શિત
કરી શકો છો તમારા કોઈ પ્રત્યે ના વહાલ ને . ઘરના સભ્યો – માં , પિતા , પત્ની , બાળકો , બહેન કે કુટુંબીજનો પ્રત્યે
પ્રદર્શિત થતા વહાલ નું પર્વ છે આ . જો કે અગેન ‘ તુ મને ગમે છે ‘ એવું કહેવા માટે
કોઈ ચોક્કસ દીવસ ની ક્યા જરૂર છે પણ આપણો દેશ ઉત્સવ પ્રધાન દેશ
છે અને આપણે દરેક ઉત્સવ ને ઉજવી શકીએ છીએ , માણી શકીએ છીએ એટલે કદાચ
પશ્ચિમી તો પશ્ચિમી પણ આ દીવસ ને પણ પ્રેમ ના પ્રતિક તરીકે ઉજવવામાં શું વાંધો હોય
શકે ? ને સાવ પશ્ચિમી પણ કેમ કહી શકો ? વસંત નું આ બદલાયેલું સ્વરૂપ જ
છે તો . આપણા ઘર બદલી શકે , ઉપકરણો બદલી શકે , પોશાકો બદલી શકે , જ્ઞાન બદલી શકે , તો પ્રેમ અને એને રજુ કરવાનો
પ્રકાર કેમ ના બદલાય ? બદલાય જ તો . બસ તો પ્રેમ
પ્રદર્શિત કરવાનું , બતાવવાનું કે મેળવવાનું બદલાયેલું
સ્વરૂપ છે જેને તમે ચાહે વસંત કહો કે વેલેન્ટાઇન . જુવાનીયાઓ દ્વારા
છેડચોક પ્રદર્શિત થતા વહાલ ના દરિયા સામે કદાચ અમુક પેઢીઓ ને વાંધો હોય શકે પણ ‘
બી માય વેલેન્ટાઇન ‘ તમે કોઈને પણ કહી શકો એના માટે જરૂરી નથી કે યુવાન જ હોવ કે
કોલેજીયન જ હોવ . આપણે કોઈ ખાસ દીવસ ને ઉજવીએ છીએ એની યાદગીરી તરીકે , એ દિવસે આપણા જીવન માં બનેલી
ઘટના ને ફરીથી યાદ કરવા માટે તો પ્રેમ તો સનાતન છે .
આપણા જીવન માં પળે પળે અને ઘડીએ ઘડીએ આપણને એનો અનુભવ થતો જ રહેતો હોય છે તો કેમ
પ્રેમ નો એકરાર કે પ્રેમ નો ઉત્સવ ના ઉજવી શકીએ ? વસંત હોય કે વેલેન્ટાઇન સરવાળે
તો અર્થ એક જ છે – પ્રેમ !!!!
પ્રેમ ,પ્યાર ,મોહબ્બત એમ નામ જુદાં પણ અનુભૂતિ તો એક જ .
પ્રેમ અંગે સંત કબીરે એના આ દુહામાં થોડાક જ
શબ્દોમાં બહું ગહન વાત કહી દીધી છે !
પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.
- Detail Download in PDF
- Video : જય વસાવડા અને કાજલ ઓઝાની દ્રષ્ટીએ પ્રેમ એટલે ...?
- Video : પૂજ્ય મોરારીબાપુની દ્રષ્ટીએ પ્રેમ એટલે ...?