26 October 2017

પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ ટેકનોલોજીકલ સેમિનાર -ICT Workshop

પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ ટેકનોલોજીકલ સેમિનાર યોજાયો.
ડીઝીટલ સજ્જતા વધારવા તાલીમનું આયોજન-
'ચાલો ડીઝીટલ સાક્ષર બનીએ'
આજના ડિજિટલ યુગમાં આંગળીના ટેરવે આખુ વિશ્વ ઉપલબ્ધ છે ત્યારે લોકોને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ સંબંધી જ્ઞાન મળી રહે અને આ રીતે આજે દરેક લોકો પાસે સહજ ઉપલબ્ધ એવા સ્માર્ટ ફોનનો ઉપયોગ રોજિંદા જીવનમાં સંલગ્ન કામગીરીમાં થઈ શકે એ હેતુથી બી.આર.સી.ભવન, પોરબંદર ખાતે તા.૧૬.૧૦.૨૦૧૭ ના રોજ ૧૦.૦૦ થી ૪.૩૦ વાગ્યા સુધી એક ટેકનોલોજીકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું .આ આયોજન શિક્ષણમા ટેકનોલોજી ના ઉપયોગ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોરબંદરની ધરમપુરની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પુરણભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ધવલભાઈ ખૂટી અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી પુરુષનાણી સાહેબે સહયોગ આપ્યો હતો.આ એક સ્વૈચ્છિક સેમિનાર હતો જેમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે.ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું હતું.આ સેમિનારમાં પોરબંદર તેમજ ધોરાજી,જામનગર,જૂનાગઢ, કોડીનારથી પણ રસ ધરાવતા લોકો હાજર રહ્યા હતા.45 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,આચાર્યો, શાળાના સંચાલકો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ હતા. તહેવારોના લીધે ઘણા લોકો હાજર રહી શક્યા નહોતા.આ કાર્યક્રમમા તજજ્ઞ તરીકે પુરણભાઈ ગોંડલીયા,બલદેવપરી સાહેબ (જૂનાગઢ) અને ધવલભાઈ ખૂટીએ માહીતી આપી હતી.તાલીમમાં ઇન્ટરનેટ પરથી કોઈ માહિતી કેવી રીતે ડાઉનલોડ કરવી ?,ગુગલનો ઉપયોગ ,બ્લોગ બનાવવો, youtube પર વીડિયો અપલોડ કરવા ,ડાઉનલોડ કરવા, એમ.સી.ક્યુ. ક્વિઝ કેવી રીતે બનાવવી તેમજ રોજીંદા જીવનમાં ઉપયોગી કેટલીક મોબાઇલ એપ્લિકેશનનો પરિચય વગેરે વિશે માહિતી અપાઈ હતી.
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી અલતાફભાઈ રાઠોડ સાહેબ તથા સીનીયર લેકચરર શ્રી વેકરીયા સાહેબે હાજરી આપી શિક્ષક દ્વારા જનજાગૃતિ માટે યોજાયેલ આવી તાલીમ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને આગામી સમયમાં આવા કાર્યક્રમ માટે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અરજણભાઈ જાડેજાએ શિક્ષકની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે શિક્ષક પાસે સમાજની ઘણી અપેક્ષા છે ત્યારે આવા કાર્યક્રમ એ અપેક્ષા સંતોષે છે.સામાજિક પરિવર્તન લાવવામાં શિક્ષક મહત્વનું માધ્યમ છે.પોરબંદરની મદરેસા હાઇસ્કૂલના સંચાલક શ્રી ફારૂકભાઈએ પણ આ તાલીમમાં હાજરી આપી હતી અને આ તાલીમને સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી ગણાવી હતી.શેરબ્રોકર શ્રી મનીષભાઈ મદલાણી એ પણ છ કલાકની આ તાલીમમાં સંપૂર્ણ સમય આપી આવી તાલીમ વધુમાં વધુ લોકોને સમયાંતરે આપવાની વાત કરી હતી.અને આગામી સમયમાં પોરબંદરના રસ ધરાવતા લોકોને ડીઝીટલ સાક્ષર બનાવવા માટે સાથે મળીને આવી તાલીમનું ફરી આયોજન થાય એવા પ્રયત્ન કરીશુંની ખાતરી આપી હતી.

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra