24 Mar 2016

આજે વિશ્વ ટી.બી.દિવસ -ક્ષય :24 March

 
  દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઊભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે છે.આ રોગ એક બેક્ટોરિયાના ચેપને કારણે થાય છે.
                      ટીબીના બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. કોઈ રોગીના ખાંસવા, છીંકવા, થૂંકવા સમયે કફ અથવા થૂંકના નાના-નાના કણો કે બુંદો હવામાં ફેલાય છે. જેમાં રહેલા બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશીને રોગ પેદા કરે છે.રોગથી પ્રભાવિત અંગોમાં નાની-નાની ગાંઠો એટલે કે ટયૂબરકલ્સ બની જાય છે. સમયસર ઉપચાર ન કરવામાં આવે તો ધીરે-ધીરે તેના પ્રભાવમાં આવેલ અંગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરવાનું બંધ કરી દે છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે.
    Share This
    Previous Post
    Next Post