ગુડ ફ્રાઈડે' મતલબ ઈસા મસીહનો બલિદાન દિવસ.જે ક્રોસ પર ઈસુને 'ક્રુસીફાઈ' કરવામાં આવ્યાં હતાં તેના પ્રતીકના રૂપમાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સ્વરૂપ લાકડીનો એક પાટ ગિરિજાઘરમાં રાખવામાં આવે છે.ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે પ્રભુ ઈશુએ આ સંસારમાં રહેનારા પોતાના ભક્તોને ગુનાહ માટે પોતાની પ્રાણની આહુતિ આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. આ દિવસનુ મહત્વ પ્રભુ ઈશુને આપેલ યાતનાઓને યાદ કરવા અને તેમના વચનો પર અમલ કરવાનો છે.ઈસાઈ ધર્મનુ અનુસરણ કરનારા ગુડ ફ્રાઈડે પહેલા 40 દિવસો સુધી
સંયમ અને વ્રતનુ પાલન કરે છે. આ અવધિને 'ચાલીસા' કહે છે.આ 40 દિવસોને 'દુ:ખભોગ' પણ કહેવામાં આવે છે. કારણ કે ઈશુએ સામાન્ય લોકો સુધી પોતાના ઉપદેશોને પહોંચાડતા પહેલા ચાલીસ દિવસો સુધી રણમાં કશુ પણ ખાધા પીધા વગર ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
બાઇબલના નવા કરારમાં માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો
અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે.રોમન
લોકોમાં ક્રોસ પર લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું
પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના
પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે.યહૂદીઓના રાજા તરીકે નાઝરેથના
ઇસુને ક્રોસ પર મારી નાખવાનો હુકમ કરનાર રોમન સૂબા પોન્તિયસ પિલાત બરાબર
જાણતા હતા અને માથ્થીએ નોંઘ્યું પણ છે કે ‘લોકોએ કેવળ અદેખાઇને લીધે જ
ઇસુને હવાલે કર્યા હતા.’ છતાં પિલાતે લોકોની બીકે ‘ઇસુને કોરડા મરાવી
ક્રોસે ચડાવવા માટે સોંપી દીધા.’ઇસુ પોતાના જીવન વિશે પોતાના શિષ્યોને કહે
છે, ‘પિતા મારા ઉપર પ્રેમ રાખે છે, કારણ, હું મારું જીવન અર્પી દઉં છું,
અર્પી દઉં છું ખરો, પણ પાછું મેળવવા માટે, કોઇ એને મારી પાસેથી લઇ લેતું
નથી, પણ હું જ એને મારી મેળે આપી દઉં છું. મને એને છોડી દેવાની સત્તા છે,
તેમ એને પાછું લેવાની પણ સત્તા છે. આ આજ્ઞા મને મારા પિતા તરફથી મળેલી છે..