18 Feb 2016

આજે રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતિ- Ramkrishna Paramhansa



જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18/2/1836 ના રોજ બંગાળના કામારપુકુર ગામમાં થયો હતો.વારસામાં ઊતરેલી ભગવદભક્તિને લીધે સાધુ સમાગમ,ભજનકીર્તન તથા ભગવાનની લીલા ખેલોના ખેલોમાં જ તે મસ્ત રહેતા. એટલી નાની વયે પણ એ સમાધિસ્થ થઇ જતા.મા કાલિકાની અવિરત  ઉપાસનાએ  તેમને બબ્બે વાર ગંભીર માંદગીમાં સપડાવું પડ્યું હતું. તોતાપુરી નામના સંન્યાસી પાસેથી વેદાંત તથા સાધનાનું જ્ઞાન મેળવી સમાધિ-સાધના આદરી.જે સાધના કરતાં તોતાપુરીને ખુદને ચાલીસ વરસ લાગેલા તે સાધના રામકૃષ્ણે કેવળ ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી.આમ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી તે પરમહંસ કહેવાયા. 
(18.2.1839 to 16.8.1886 )
 
સૌજન્ય : વસંતભાઇ તેરૈયા
Share This
Previous Post
Next Post