2.
હાયર સેકન્ડરીની ભરતીની સત્તાવાર માહિતી માટે વેબસાઇટ
પ્રાથમિક શિક્ષણ નિયામકે ડીપીઓને
પરિપત્ર કર્યો
રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ (આરટીઇ) અંતર્ગત પહેલી જૂન
૨૦૧૪ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં હશે તો જ વિદ્યાર્થીઓને ધો. ૧માં પ્રવેશ આપવાનો
પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો છે. આમ જે વિદ્યાર્થી સિનિયરમાંથી ધો.૧માં આવશે
પરંતુ તેના
પાંચ વર્ષ પૂર્ણ થતાં નહીં હોય તેમને ફરીથી સિનિયર કે.જી કરવાની ફરજ પડશે, આ મુદાને લઇ ગત વર્ષે પણ વિવાદ ઊભો થતાં
વાલીઓમાં ભારે
હંગામો મચી ગયો હતો. વાલીઓ હાઇકોર્ટ સુધી જતાં સરકારે એક વર્ષ માટે પરિપત્ર મુલતવી રાખી કટ
ઓફ ડેટ ૩૧ ઓગસ્ટ જાહેર કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલાં આ મુદાને લઇ વાલીઓની
એક મિટિંગ મળી હતી. આ વખતે પણ ગત વર્ષ જેવી પરિસ્થિતિ ઊભી થતાં વાલીઓ ફરીથી લડી
લેવાના મૂડમાં હતા, પરંતુ શાળાઓએ સ્પષ્ટપણે જણાવી
દીધુ હતં ુકે પહેલી જૂને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય તેમને જ ધો. ૧માં પ્રવેશ મળશે. અલબત્ત જે
વિદ્યાર્થીઓ સિનિયરમાંથી ધો. ૧માં આવશે પરંતુ તેમના પાંચ વર્ષ પૂર્ણ થતાં નહીં હોય
તો તેમને ફરીથી સનિયર કે.જી.માં જ અભ્યાસ કરવો પડશે. આ વર્ષે પણ ૨૦ હજાર
વિદ્યાર્થીઓને ફરીથી સિનિયર કે.જી. કરવાની ફરજ પડશે. બીજીતરફ મોટાભાગની શાળાઓએ ધો ૧માં નવા પ્રવેશ આપતી વખતે પહેલી
જુલાઇ ૨૦૧૪ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થાય છે તેમને જ પ્રવેશ આપવાનો આગ્રહ રાખી પ્રવેશ પ્રક્રિયા
પૂર્ણ કરી દીધી છે.
હવે જે વિદ્યાર્થીઓ સિનિયર કે.
જીમાંથી ધો.૧માં આવ્યા છે તેમને પાંચ વર્ષ પૂરા નથી થયા તેવા વિદ્યાર્થીઓના વાલીઓ
મૂંઝવણમાં મુકાયા છે. તેમને શું ધો. ૧માં પ્રવેશ અપાશે કે ફરીથી સિનિયર
કે.જી કરવંુ પડશે તે પ્રશ્ન ઊભો થયો છે.
ગરીબ બાળકોને મફત પ્રવેશ માટેની
મુદ્દતમાં વધારો થયો: રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં ૫ ગરીબ બાળકોને પ્રવેશ આપવાનો શિક્ષણ
વિભાગ દ્વારા નિર્ણય
આવતા વર્ષથી તમારા હાથમાં આવશે
પ્લાસ્ટીકની નોટ
આવતા વર્ષથી દેશમાં પ્લાસ્ટીકની નોટ ચલણમાં મુકાશે. પાંચ શહેરોમાં પ્રાયોગિક ધોરણે મુકાયા બાદ વર્ષ 2015 માં દેશભરમાં
પ્રસિધ્ધ કરાશે.
રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામરાજન દ્વારા
રિઝર્વ બેન્કની બોર્ડ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે, પ્લાસ્ટીકની નોટ આવી
રહી છે. એક અબજ નોટ માટે ટેન્ડર આવી ચૂકયા છે. સિમલા
સહિત પાંચ શહેરોમાં પ્રાયોગિક ધોરણે ચલાવાશે.
પ્રયોગના આધારે વર્ષ ૨૦૧૫માં તેને ચલણમાટે રજુ કરાશે.રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામરાજન દ્વારા
સરકારે ફેબ્રુઆરીમાં સંસદમાં જાણ કરી હતી કે રૂ. ૧૦ ની એક અબજ પ્લાસ્ટીકની નોટ પાંચ પસંદગીના શહેરોમાં પ્રાયોગિક ધોરણે શરૃ કરાશે. સીમલા ઉપરાંત અન્ય ચાર શહેરોમાં કોચ્ચિ, મૈસુર, જયપુર, અને ભુવનેશ્વરનો સમાવેશ થશે. પ્રયોગ માટે વર્ષ ૨૦૧૪ ના બીજા છ માસીક ગાળામાં શરૃ થાય તેવી શકયતાઓ છે.