શાળામાં અભ્યાસ કરતાં 6 થી 8 ના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓમાં ઉંમર વધતાની સાથે થતાં શારીરિક ફેરફારના પરિણામે તે કુતૂહલવશ મૂંઝવણ અનુભવે છે અને પછી આસપાસના મિત્રો સાથે પોતાના અનુભવ શેર કરે છે.ઘણીવાર તે ખોટું અર્થઘટન પણ કરી બેસે છે.આ તરુણાવસ્થામાં સાચી સમજણ જરૂરી છે,જેના ભાગ રૂપે GCERT ગાંધીનગર અને યુનેસ્કોના સંયુક્ત ઉપક્રમે એક ઓનલાઈન તાલીમનું આયોજન કરેલ છે,જેમાં આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેવી રીતે આપી શકાય એની સમજૂતી આપી છે. આ તાલીમ ધોરણ 6 થી 8 ની તમામ શાળાઓના (સરકારી /ગ્રાન્ટેડ અને ખાનગી) શિક્ષકોએ લેવાની સૂચના છે. આ તાલીમ કેવી રીતે લેવાની છે ? એની બધી માહિતી નીચે આપેલ વીડિયોમાં પ્રેક્ટિકલ આપી છે.