ભારતની સ્ટાર શટલર પી.વી સિંધુ રવિવારનાં સ્વિટ્ઝર્લેન્ડમાં બીડબલ્યૂએફ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019નાં ફાઇનલમાં નોજોમી ઓકુહારાને માત આપીને ઇતિહાસ રચી દીધો છે. BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019નાં ફાઇનલમાં સિંધુએ જીત હાંસલ કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. આ પહેલા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારત માટે મહિલા અને પુરૂષ વર્ગોમાં અત્યાર સુધી કોઇએ ગોલ્ડ મેડલ જીત્યો નથી. કરંટ અફેર્સમાં આ ગૌરવપૂર્ણ સિદ્ધિ વિશે આવનારી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાઇ શકે છે. અહી આવા કેટલાક પ્રશ્નો વિડિયોમાં મુકેલ છે.