આજે ભણતર ભાર વગરનું કરવા જતાં દિવસે દિવસે બાળકો પર આ ભાર વધતો જતો હોય એવું લાગે છે. શાળાએ જતાં બાળકોને જોશો તો એનું દફતર જ બધુ કહી દેશે. આજે બાળકો રમવાનું ભૂલી ગયા છે. એક બાજુ દફતરનો ભાર અને બીજી બાજુ લેશનનો ભાર ... આ બધામાથી બાળકોને ઊગારવા માટે સરકારે નિયમો જાહેર કર્યા છે. જેનો ભંગ થાય તો શાળા સામે તેમજ જે તે વિષયશિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.. જો આપના બાળકો અભ્યાસ કરતાં હોય તો આ વિડીયો જરૂર જુઓ. અને જો આવું જણાય તો શાળાને જાણ કરો.