આજે પરશુરામ જયંતી. ભગવાન પરશુરામનું
જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે
પરશુરામ અમર છે.ભગવાન પરશુરામ વિષ્ણુના અંશાવતાર ગણાય છે. તેમણે ભગવાન શિવજીને
પસન્ન કરી બે વરદાન મેળવ્યાં- પહેલું ઇચ્છામૃત્યુ, બીજં પરશુ (શસ્ત્ર). આ બે વરદાનના કારણે તેમનો કદી પરાજય થયો ન હતો.
મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોઘ પરશુને ધારણ કરવાને કારણે તેમનું નામ પરશુરામ પડયું.