તા.૦૪.૨ .૨૦૧૮ ના રોજ વી.જે.મદ્રેસા સ્કૂલ- પોરબંદરમાં શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ આ વિષય પર એક સેમીનારનું આયોજન થયું.આ સમગ્ર આયોજન સ્કૂલના સેક્રેટરી શ્રી ફારૂકભાઈએ કર્યું હતું.જેમાં વી.જે.મદરેસા બોયઝ સ્કૂલ / ગર્લ્સ સ્કૂલ અને શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી ઈંગ્લીશ મીડીયમ - આ ત્રણેય સ્કૂલના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતામાં ઈન્ટરનેટ અને ટેકનોલોજીનું જ્ઞાન કેટલું આવશ્યક છે?ઈન્ટરનેટનો શૈક્ષણિક ઉપયોગ કેવી રીતે કરી શકાય? વર્ગશિક્ષણમાં મલ્ટીમીડીયાનો ઉપયોગ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવાની મને તક મળી.આ બદલ હું શ્રી ફારૂકભાઈ તેમજ મદરેસા સ્કૂલ મેનેજીંગ કમિટીનો આભારી છું,કે જે શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતામાં વધારો કરવા માટે પ્રયત્નશીલ છે.