તા. 12/9/17 ના રોજ GCERT ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યનો પ્રથમ ICT
ફેર યોજાયો.જેમાં ICT નો શિક્ષણમાં ઉપયોગ –આ ક્ષેત્રે રાજયમાં ઉત્તમ કામ કરતા 25 જેટલા શિક્ષકોએ
પોતાના કાર્યને પ્રેઝેન્ટેશન સ્વરૂપે
રજૂ કર્યું હતું.જેમાં બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓ પણ હાજર
રહ્યા હતા.પોતાના પ્રેઝેન્ટેશન બાદ ICT ફેર સ્ટોલ પર પોતાનું કામ બતાવ્યું હતું.અને અન્ય શિક્ષકો તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓએ
મુલાકાત લઈ શિક્ષણમાં ICT નો ઉપયોગ કેવી રીતે થઈ શકે તેની
માહિતી મેળવી હતી.આ કાર્યક્રમમાં GCERT ના નિયામક શ્રી
ટી.એસ.જોષીસાહેબ તથા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ,નાનુભાઈ વાનાણી, નવનીતભાઈ રાઠોડ સાહેબ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારત સરકારના MHRD મંત્રાલયમાથી ચીફ સેક્રેટરી શ્રી અનિલ સ્વરૂપસાહેબ તથા શિક્ષણ અગ્ર સચિવ સુનયના તોમાર મેડમ ,પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ. આઇ. જોષીસાહેબ તેમજ અન્ય મહાનુભાવોએ
પણ આ ICT ફેરની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા બદલ માનનીય શિક્ષણમંત્રી શ્રી ચુડાસમા સાહેબ તથા
નાનુભાઈ વાનાણી સાહેબ દ્વારા મારૂ સન્માન કરાયું,જે મારા માટે અવિસ્મરણીય પ્રસંગ બની ગયો.