*▪ધોરણ 5 થી 8 માટે ઇ-કન્ટેન્ટ સૉફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરશો?*
પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે ગુજરાત સરકાર દ્વારા *કમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓને ધોરણ 5 થી 8 માટે ઇ-કન્ટેન્ટ સૉફ્ટવેર આપવામાં આવ્યો છે.જેમાં ધોરણ 5 થી 8 ના તમામ વિષયો બંને સત્રના તમામ એકમ એનિમેશન સાથે વિડીયો સ્વરૂપે રજૂ કરેલા છે.*
બાળકોને ભણવું ગમે અને આનંદથી રસ રુચિ સાથે શિક્ષણ મેળવે એ હેતુથી આ સૉફ્ટવેર લોન્ચ કરાયો છે.આ સોફટવેરનો ઉપયોગ અને એમના સરસ મજાનાં એનિમેટેડ વિષયવસ્તુથી શિક્ષક મિત્રો પરિચિત થાય અને પોતાના વર્ગશિક્ષણમાં વધુમાં વધુ ઉપયોગ કરતાં થાય એ હેતુથી આ વિડીયો બનાવેલ છે.