25 Jun 2017

સાંદીપની એવોર્ડ ૨૦૧૭ - કાર્યક્રમ

સારસ્વત મિત્રો,
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પોરબંદર સાંદીપની સંસ્થા દ્વારા વિશ્વ વંદનીય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે દર વર્ષે પસંદ થયેલ શ્રેષ્ઠ શિક્ષકોને ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે  'ગુરુ એવોર્ડ' આપી સન્માન કરવામાં આવે છે.ભાવપૂજન કરવામાં આવે છે.તેમાં આ વર્ષે પૂજ્ય ભાઈશ્રીના હસ્તે આ એવોર્ડ સન્માન મેળવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.આવનારી ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે તા.૦૮.૭.૨૦૧૭  નાં રોજ આ સન્માન હું મેળવીશ.આ તકે હું આનંદની લાગણી અનુભવું છું.
મને અહી સુધી પહોંચાડવા માટે આપ સૌનો પ્રેમ - સાથ અને સહકાર જવાબદાર છે.
કોઈએ સાચે જ કહ્યું છે કે " મહેનત ક્યારેય એળે જતી નથી ,આજે નહિ તો કાલે એનું ફળ મળે જ છે." 
Sandipani Award 2017 Programme 

Share This
Previous Post
Next Post