10 Jan 2016

બેસ્ટ બ્લોગ સર્વેની વાસ્તવિકતા


* સર્વેમાં સ્થાન મેળવનાર તમામ બ્લોગર મિત્રોને અભિનંદન. પરંતુ આટલુ જાણો,
  • આ સર્વે કોઇ સરકાર કે કોઇ સંસ્થા દ્વારા કરેલ નથી,કે જેની જાણ તમામ બ્લોગરોને જાહેરાતથી કરવામાં આવે.અને સત્તાવાર જાહેરાત થાય.
  • આ સર્વે કરનાર વિનયભાઇ એક બ્લોગર જ છે,તેમણે ગુજરાતી બ્લોગ ક્ષેત્રે કામ કરનાર સારા બ્લોગ ક્યા ક્યા ? બસ એટલુ જ જાણવા એક ફોર્મ પોતાના બ્લોગ પર ,મુક્યુ અને સર્વેનું પરિણામ જાહેર કર્યુ.
  • આ સર્વેમાં કોઇ એવોર્ડ કે પ્રમાણપત્ર કે ઇનામ મળવાનું નથી. આમાં કોઇ નંબર મળવાથી કોઇ બ્લોગને ગુજરાતના બેસ્ટ બ્લોગનું લેબલ મળી જતું નથી. વોટ તો કોઇ પણ રીતે મેળવી શકાય.આ સર્વેના તારણોના આધારે કોઇ બ્લોગનું મૂલ્યાંકન ન કરશો.
  •  આ બ્લોગ સર્વેમાં જેમને Gmail લખતા નથી આવડતુ તેવા લોકોએ વોટ આપ્યો છે,જે બતાવે છે કે સર્વેની વાસ્તવિકતા શું છે?
  • દા,,www.baldevpari.com સાઇટ પર જેટલુ મટિરીયલ છે તે જો ડાઉનલોડ કરવા બેસીએ તો ૧ વરસ લાગે,અને એ પણ વર્ગશિક્ષણમાં ઉપયોગી થાય એવું હો ,, માત્ર પરિપત્રો કે છાપાના કટિંગ જ નહી,...તો આ બ્લોગને કોઇ ૧૦ મો નંબર આપી દે તો એ નંબર માની લેવાનો ??????????????????????????????????
  • રીડ ગુજરાતી.કોમ / ટહુકો /એજ્યુસફર /બલદેવપરી.કોમ આ બધી સાઇટ્સ/બ્લોગ એવી છે કે એના જેવું મટિરીયલ્સ ડાઉનલોડ અન્ય એકેય બ્લોગમાં આપ નહી જોઇ શકો.,નામ પર ક્લિક કરો અને ખુદ જુઓ---
  • નંબર જે તે બ્લોગમાં મુકેલ મટિરીયસ અને ગુણવત્તા ને આધારે નક્કી થાય છે મિત્રો, એક વાર જરૂર મુલાકાત લેશો. શિક્ષકમિત્રોને પોતાના વર્ગશિક્ષણમાં ઉપયોગી આવું સરસ કામ કરનાર શ્રી બલદેવપરી સાહેબને હુ હ્રદયપૂર્વક અભિનંદન આપુ છું.
Share This
Previous Post
Next Post