મંત્ર શબ્દ મૂળ ક્રિયાપદ મન- એટલે
વિચારવું (માનસ માં પણ મન) અને તેને લગતા અનુગ -ત્ર
એટલે કે ઓજારો કે સાધનો એવી રીતે બનેલો
છે તેથી મંત્રનું શબ્દશ: રૂપાંતર કે અનુવાદ "વિચારનું સાધન" એવો
થાય.મંત્રોની મૂળ કલ્પના વેદોમાં થયેલી
હતી. મોટા ભાગના મંત્રોમાં બે ચરણના "શ્લોક"ની લેખિત પધ્ધતિ અનુસરવામાં આવે છે. સૌથી મૂળ મંત્ર ૐ છે જે હિંદુધર્મમાં "પ્રણવ મંત્ર" તરીકે પણ ઓળખાય છે અને
તે તમામ મંત્રોનું સ્ત્રોત છે. મંત્રના નિરંતર અનુષ્ઠાનથી ચેતના અને મનની શુદ્ધિ
થાય છે.