વેકેશન દરમિયાન અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ભેંસવડી ગામે પ્રસંગોપાત મારા મોટા ભાઇને ઘરે જવાનું થયુ.૨-૩ દિવસ રોકાવાનું હતુ.મને એમ થયું કે ચાલ,નિશાળે જાવ.મારા ભાઇ દ્વારકેશ ગોંડલિયાને પૂછ્યુ કે વેકેશનમાં તો નિશાળ બંધ હશે ને ? તો કહે : " ના,આચાર્ય આવે છે ને.! નિશાળમાં બાંધકામ ચાલુ હોઇ આવે છે."નિશાળે ગયો.ભેંસવડી ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઇ એમ.જોષી ને મળ્યો.પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સરળ સ્વભાવ ધરાવતા અશોકભાઇને મળીને ખૂબ જ આનંદ થયો.મને સન્માન આપ્યું.શાળાની પ્રવૃતિઓની માહિતી આપી.શાળાની પ્રગતિ અને ગામના લોકોના પ્રતિભાવ પરથી તેમના કાર્યનો ખૂબ સરસ ચિતાર મળ્યો.સાથે સાથે તેઓ હોમગાર્ડ્ઝ યુનિટમાં સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ) તરીકે સેવાનું કામ પણ કરી રહ્યા છે,જેની રાજ્ય કક્ષાએથી નોંધ પણ લેવાઇ છે.શાળાની મારી આ મુલાકાત ખૂબ જ યાદગાર રહી.લોકો કહેતા હોય છે કે - " થાય એટલુ કરીએ". પણ અશોકભાઇએ " કરીએ એટલું થાય " - આ વાતને સાર્થક કરી છે.ઘણું જાણવા મળ્યું એમની પાસેથી.કર્મનિષ્ઠ આવા આચાર્યશ્રીને શત શત વંદન - આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને બાળકોના વ્હાલા બનો એવી ઇશ્વરને પ્રાર્થના સાથે ફરી એક વાર આ બ્લોગના માધ્યમથી આપને અને આપના કાર્યને બિરદાવું છુ. - " પુરણ ગોંડલિયા