3 Dec 2015

ડો.રાજેન્દ્ર પ્રસાદજન્મજયંતિ Dr.Rajendraprasad


ડો.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ ચંપારણ જિલ્લાના જિરાદેઈ ગામમાં મહાદેવ સહાય અને કમલેશ્વરી દેવીને ત્યાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા અને રાજેન્દ્રમાં સ્વાભાવિક રીતે જ તેમની વિદ્વત્તા ઊતરી હતી.તેઓ માત્ર ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન રાજવંશીદેવી સાથે થયાં હતાં. તેમણે તેમના મોટા ભાઈ મહેન્દ્રપ્રસાદ સાથે પ્રારંભિક શિક્ષણ પટણાની આર.કે. ઘોષ એકેડેમીમાં મેળવ્યું હતું. ગાંધીજીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને તેઓએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચા ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ રાજેન્દ્ર પ્રસાદના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને બીજા બધા કોંગ્રેસી સભ્યોએ સ્વીકારી લીધો હતો.૧૯૪૨ના વર્ષમાં જ્યારે તેમને જેલ જવાનું થયું ત્યારે તેમણે એ ૩ વર્ષમાં 'ઇન્ડિયા ડિવાઇડેડ' પુસ્તક લખ્યું હતું, જેની પછીથી ખૂબ જ નોંધ લેવાઈ હતી.પ્રથમ વખતની લોકપ્રિયતા પછી તેઓ બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ૧૨ વર્ષ, ૩ મહિના અને ૧૮ દિવસ વિતાવ્યા હતા. આટલો વખત રાષ્ટ્રપતિ ભવનમાં ગાળનારા તેઓ પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
 દેશના રાષ્ટ્રપતિને તે સમયે ૧૦ હજાર રૂપિયાનો પગાર મળતો હતો, જેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા સ્વીકારતા હતા. દેશનો એક રૂપિયો પણ ખોટી રીતે ખર્ચ થવો ન જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા.આઝાદીની લડત વખતે અલગ અલગ સમયે તેઓ ૧૬ વર્ષ માટે જેલમાં રહ્યા હતા. એ દરમિયાન તેઓ લેખન પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. આજના નેતાઓથી તદ્દન ભિન્ન એવી સરળ ગાંધીવાદી જીવનશૈલી અપનાવનારા ડો. રાજેન્દ્ર પ્રસાદનું નિધન ૨૮ ફેબ્રુઆરી, ૧૯૬૩ના રોજ થયું હતું. 
Share This
Previous Post
Next Post