આપણા દેશમાં એક મહાન ગણિતજ્ઞ થઇ ગયા. એમણે
જે શોધો કરી છે તે ખરેખર મહાન છે. આ ગણિતજ્ઞનું નામ ભાસ્કરાચાર્ય. એમનો
જન્મ ઇ.સ. ૧૧૧૪માં મહારાષ્ટ્રના જલગાંવ પાસેના નાનકડા ગામમાં થયો હતો. ભાસ્કરાચાર્ય
ભારતીય ગણિતરત્ન હતા. એમણે રચેલા ગ્રંથનું નામ છે. ‘સિદ્ધાંત શિરોમણિ’.