રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર અંતર્ગત યોજાનાર પ્રવૃત્તિઓમાં આનંદદાયક અનુભવો પુરા પાડવાના હેતુથી ધોરણ 3 થી 5 અને 6 થી 8 માં વિવિધ પ્રોજેક્ટ કાર્ય કરાવી શકાય. પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ સાથે મળીને વિચારવું પડે ,કશુક નક્કી કરવું પડે, માહિતી એકત્ર કરવાનું , કરેલા કામની નોંધ રાખવી પડે અને પોતાના કામની અસરકારક રજૂઆત કરવી પડે છે. આ પ્રોજેક્ટ કેવી રીતે કરી શકાય ?કયા કયા સોપાનો છે ? એની માહિતી માટે નમૂના રૂપ પ્રોજેક્ટ અહીંયા આપેલ છે.
28 Dec 2025
24 Dec 2025
TET 1 Exam Question Paper 21-12-2025 With Pro.Answer key

રાજ્ય પરીક્ષા બોર્ડ -ગાંધીનગર દ્વારા તારીખ 21-12-2025 ના રોજ લેવાયેલ TET 1 પરીક્ષાનું મીડિયમનું પ્રશ્નપત્ર અને એની ઓફિસિયલ આન્સર કી જાહેર કરેલ છે,જે નીચે આપેલ છે . જવાબ સાથેનું પ્રશ્નપત્ર જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) પર જોઈ શકશો .
13 Dec 2025
SSC GD Constable Bharti 2026 Full Detail
નમસ્કાર મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકારના સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ માટે GD (જનરલ ડયુટી) કોન્સટેબલની મોટી ભરતીની જે જાહેરાત આવી છે- એની સંપૂર્ણ જાણકારી આ વિડિયોમાં આપેલી છે. 10 પાસ માટે કાયમી સરકારી નોકરીની આ ઉત્તમ તક છે .આ બોર્ડ દ્વારા GD કોન્સટેબલની 25487 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત આવી છે. જેમાં મહિલાઑ પણ અરજી કરી શકે છે.
સંપૂર્ણ માહિતી સથેનો વીડિયો મારી યુટ્યુબ ચેનલમાં મુકેલ છે .
5 Dec 2025
ગુજરાત પોલીસમાં ભરતી જાહેરાત
તાજેતરમાં ગુજરાત પોલીસમાં વર્ગ 3 માં હથિયારી અને બિનહથિયારી PSI અને પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઈની સીધી ભરતીની ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે, મિત્રો, 12 પાસ માટે અને ગ્રેજ્યુએશન પાસ માટે કાયમી સરકારી નોકરી મેળવવાની આ સારામા સારી તક છે. સંપૂર્ણ માહિતી સાથેનો વીડિયો આજે સાંજે 6.00 વાગે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો
3 Dec 2025
CET Exam 2026

ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ CET પરીક્ષાની જાહેરાત કરી છે ત્યારે આ પરીક્ષાનું ઓફિસિયલ નોટિફિકેશન અહી મુકેલ છે. આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી હોસ્ટેલ સાથેની શાળામાં રહેવા -જમવાનું અને ભણવાનું એકદમ Free મળી શકે છે . આ નિવાસી શાળામાં રહીને ભણવા ન માગતા હોય તો જ્ઞાનસેતુ મેરીટ સ્કૉલરશીપ યોજના પણ છે,એ તમે લઈ શકો છો. આ બધા માટે એક કોમન પરીક્ષા.આને લગતી માહિતી સાથેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો .
વિદ્યાર્થી જો સરકારી શાળામાં ભણતો હશે તો પરીક્ષાનું ફોર્મ શાળામાંથી ભરી આપવામાં આવશે. જો પ્રાઇવેટ શાળામાં ભણતો હોય તો શાળામાં પૂછી જોવું
- ઓફિસિયલ વેબસાઇટ
- પરીક્ષા તા.31-1-2026
- ફોર્મ ભરવાની છેલ્લી તા.15-12-2025


