ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ CET પરીક્ષાની જાહેરાત કરી છે ત્યારે આ પરીક્ષાનું ઓફિસિયલ નોટિફિકેશન અહી મુકેલ છે. આ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધી હોસ્ટેલ સાથેની શાળામાં રહેવા -જમવાનું અને ભણવાનું એકદમ Free મળી શકે છે . આ નિવાસી શાળામાં રહીને ભણવા ન માગતા હોય તો જ્ઞાનસેતુ મેરીટ સ્કૉલરશીપ યોજના પણ છે,એ તમે લઈ શકો છો. આ બધા માટે એક કોમન પરીક્ષા.આને લગતી માહિતી સાથેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો .
વિદ્યાર્થી જો સરકારી શાળામાં ભણતો હશે તો પરીક્ષાનું ફોર્મ શાળામાંથી ભરી આપવામાં આવશે. જો પ્રાઇવેટ શાળામાં ભણતો હોય તો શાળામાં પૂછી જોવું
- ઓફિસિયલ વેબસાઇટ
- પરીક્ષા તા.31-1-2026
- ફોર્મ ભરવાની છેલ્લી તા.15-12-2025