પર્વાધિરાજ પર્યુષણનું સમાપન થયું છે અને આજે ભકિતભાવ સાથે સંવંત્સરી મહાપર્વની ભવ્ય ઉજવણી થશે. સવંત્સરી પર્વ નિમિતે જૈન ધર્મ સ્થાનકોમાં પ્રવચન, આલોચના અને પ્રતિક્રમણના આયોજનો કરવામાં આવ્યા છે. ઠેર ઠેર મિચ્છામી દુકડમના નાદ સાંભળવા મળશે. જૈનો ક્ષમાનું આદાન પ્રદાન કરી હળવા ફૂલ બનશે. સંવંતસરી એટલે ક્ષમાના મહા પર્વના દિવસે ચોતરફ વાતાવરણ આનંદ અને ઉલ્લાસભર્યુ વાતાવરણ જોવા મળે છે. માત્ર જૈન ધર્મ જ નહીં. પરંતુ જગતના દરેક ધર્મો ક્ષમાને અદભૂત મહત્વ આપે છે. ક્ષમા આપવી કે માંગવી તે દિવ્ય ગુણ છે. ક્ષમાથી શરીરમાં નવી શકિતનો સંચાર થાય છે.ક્ષમા આપવી એ વીર હોવાની નિશાની છે એટલે જ કહેવાય છે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એટલે કે ક્ષમાએ વીરોનું આભૂષણ છે.