પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મુખ્યવિષયોના શિક્ષણની સાથે સર્વાંગી વિષયોનું શિક્ષણ પણ મળી રહે એ હેતુથી સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ,સંગીત અને ચિત્રકલાના વિષયોની માહિતી આ એક જ પુસ્તકમાં આપેલી છે. વિદ્યાર્થીઓના અર્થગ્રહણ સાથે તેની સર્જનાત્મકતામાં વધારો થાય એવા પ્રયત્નો આ પુસ્તકમાં કરવામાં આવ્યા છે. અજમાયશી ધોરણે હાલ ધોરણ 6 નું પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.આગામી સમયમાં ધોરણ 7 અને 8 નું પ્રકાશિત થશે.