તાજેતરમાં જ રાજ્ય સરકારના કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના ડી.એ.માં 3 % નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વધારો 1/1/2019 થી મળવાપાત્ર છે. આ મોંઘવારી ભથ્થું અને તફાવતની રકમ જુલાઇ 2019 મહિનાના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને 9 % મોંઘવારી ભથ્થું મળતું હતું,જે હવે 12 % મળશે.આ બાબતની સતાવાર જાણ સાથેનો પરિપત્ર અહી મૂકવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો.