આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ટી.બી.(Tuberculosis) અંગેની
જનજાગૃતિ ઊભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને
જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે મટી શકે
છે.આ રોગ
એક બેક્ટોરિયાના ચેપને કારણે થાય છે.
ટીબીના
બેક્ટેરિયા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. કોઈ રોગીના ખાંસવા, છીંકવા, થૂંકવા સમયે કફ અથવા થૂંકના નાના-નાના કણો કે બુંદો હવામાં ફેલાય છે.
જેમાં રહેલા બેક્ટેરિયા કલાકો સુધી હવામાં રહી શકે છે અને સ્વસ્થ વ્યક્તિના
શરીરમાં શ્વાસ લેતી વખતે પ્રવેશીને રોગ પેદા કરે છે.રોગથી પ્રભાવિત અંગોમાં
નાની-નાની ગાંઠો એટલે કે ટયૂબરકલ્સ બની જાય છે. સમયસર ઉપચાર ન કરવામાં આવે તો
ધીરે-ધીરે તેના પ્રભાવમાં આવેલ અંગ પોતાનું કાર્ય યોગ્ય રીતે કરવાનું બંધ કરી દે
છે અને તે મૃત્યુનું કારણ બની શકે છે.
- ક્ષય (ટી.બી.T.B.)વિશે વધુ માહિતી ગુજરાતીમાં ડાઉનલોડ કરો-
- શાળામાં
બાળકોને આટલુ ખાસ સમજાવીએ કે,
ટી.બી.હવે સામાન્ય બીમારી બની ગઇ છે.સરકારી દવાખાનામાં મફતમાં સારવાર આપે છે.('ડોટ્સ') અને ટી.બી.મટી શકે છે.