તાજેતરમાં માધ્યમિક વિભાગમાં શિક્ષક ભરતી માટેની TAT પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે,જેમાં વિભાગ.૨ ના અભ્યાસક્રમમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના પ્રશ્નો પુછાશે એવો ઉલ્લેખ છે.હવે આ બાબતને લઈને મોટાભાગના ઉમેદવારોને સમસ્યા છે કે પ્રથમ ભાષા અને બીજી ભાષાના પાઠ્યપુસ્તકો ક્યાંથી મેળવવા ? ચિંતા કરવાની જરૂર નથી. આપ આ બંને ભાષાના પુસ્તકો ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો.આ માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી। તમે તમારા મોબાઈલમાં પણ વાંચી શકો છો.અને આવનારી પરીક્ષા ની તૈયારી કરી શકો છો.ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ પુસ્તકો પ્રકાશિત થયેલ છે.જેનો હેતુ વિદ્યાર્થીઓ ઘરબેઠાં આસાનીથી પુસ્તક વાંચી શકે અને કોઇપણ ખર્ચ કર્યા વગર ભણી શકે છે એ છે. આ પુસ્તક પરીક્ષાની તૈયારી કરનારા માટે ઉપયોગી બનશે .અહીં ધોરણ ૯ ના ગુજરાતી | હિન્દી અને English પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા પાઠ્યપુસ્તક મુકેલ છે.TAT પરીક્ષા આપનારા ઉમેદવારોને ખૂબ જ ઉપયોગી બનશે.