શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા હથિયાધાર,(પાલીતાણા જિ. ભાવનગર)
આ શાળાના આચાર્ય શ્રી ઉમેશ ગોંડલિયા - કે જેમણે શાળામાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ ૬ થી ૮ ના દરેક વર્ગમાં ટી.વી.સેટ મુકાવેલ છે.બાયસેગ પરથી પ્રસારિત થતા પાઠ બાળકો તેમના જ વર્ગમાં જોવે છે.સહેજ પણ અવ્યવસ્થા વગર...સરકારશ્રી તરફથી મળતી ગ્રાન્ટ અને શિક્ષકોના સહયોગ /લોક સહયોગથી આ શક્ય બન્યું છે.આ ગામ આમ તો નાનું છે.પણ આચાર્યના પ્રયત્નોએ એક નવું જ વાતાવરણ ઉભું કર્યું છે.ખૂબ સરસ પ્રયત્ન .અભિનંદન સાહેબ આપને
થાય એટલું કરીએ કે પછી કરીએ એટલું થાય !!!!