તા.૪ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અમારી શાળામાં એક નાનકડો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના મહિલા સહાયતા કેન્દ્રમાંથી હેતલબેન પંડ્યા અને પોરબંદર જીલ્લાના સરકારી કાનૂની સેવાના પેનલ એડવોકેટ શ્રી મહેશભાઈ નાંઢા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આજે પણ ગામડાઓમાં જાગૃતિ અને શિક્ષણના અભાવે ઘણી સ્ત્રીઓ ઘરેલું હિંસા અને શારીરિક માનસિક અત્યાચારોનો ભોગ બની રહી છે એવા સમયમાં હેતલબેન દ્વારા ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સરકારશ્રીની ૧૮૧ હેલ્પલાઈનથી વાકેફ કર્યા .મહિલાઓના પારિવારિક પ્રશ્નોના સમાધાન માટે મહિલા સહાયતા કેન્દ્રની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં ઘણી સ્ત્રીઓએ હાજરી આપી હતી .