"આદર્શ વિદ્યા સરસ્વતી રાષ્ટ્રીય પુરસ્કાર" એનાયત
તા.૧૨ માર્ચ ૨૦૧૮ ના રોજ જૂનાગઢની શ્રી એન.આર વેકરીયા એમ.બી.એ. કોલેજમાં એક ટેકનોલોજીકલ સેમિનારનું આયોજન થયું હતું.જેમાં ઇન્ટરનેટનું પાયાનું જરૂરી જ્ઞાન અને ઉપયોગ વિશે M.B.A.ના વિદ્યાર્થીઓને મેં માર્ગદર્શન આપ્યું હતું.કોલેજના ડાયરેક્ટર શ્રી ડૉ.રાજેશ પટેલ સાહેબ ગ્લોબલ મેનેજમેન્ટ કાઉન્સિલ અમદાવાદના પ્રમુખ છે, જેમના દ્વારા નેશનલ લેવલની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાયેલ એવી વ્યક્તિના શ્રેષ્ઠ પ્રદાન બદલ નેશનલ એવોર્ડ "આદર્શ વિદ્યા સરસ્વતી રાષ્ટ્રીય પુરસ્કાર" એનાયત કરવામાં આવે છે.આ રાષ્ટ્રીય એવોર્ડ મને સંસ્થાના પ્રમુખ અને જૂનાગઢના પ્રખ્યાત કેળવણીકાર એવા શ્રી નાનજીભાઈ વેકરીયાના હસ્તે મળ્યો હતો.સાથે સાથે ડૉ.રાજેશ પટેલ સાહેબ દ્વારા ગ્લેશિયર જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચની મેમ્બરશીપ પણ આપવામાં આવી હતી.MBA કોલેજ દ્વારા એક પ્રાથમિક શિક્ષકનું સન્માન એ પ્રશંસનીય બાબત છે.જે બદલ હું ડૉ.રાજેશ પટેલ સાહેબનો આભારી છું.મારું આ સન્માન એ સમગ્ર શિક્ષક સમાજનું સન્માન છે.
આ કાર્યક્રમમાં એમ.બી.એ.ના વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને તેમને સફળ બનાવવા માટે ડૉ.રાજેશ પટેલ ,પ્રો.મિહિર લોઢિયા અને અમિતભાઈ ખરા એ જહેમત ઉઠાવી હતી.આ તકે આપ સૌનો આભાર