દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી
કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો
છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા વગર તેનું આયોજન
અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ
મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.