વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે,વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. આ દિવસે ભગવાન વિષ્ણુ,કૃષ્ણ,રાધા અને માતા સરસ્વતિને પીળા રંગનાં ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જલ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે.વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે.