Code

5 December 2017

ઇનોવેશન - આવું પણ કરી શકાય - અન્ય માટે

અહી વાત છે અન્યને પ્રોત્સાહન આપવાની -
આજે જ્યારે બધા કહેતા ફરે છે કે સમય નથી.અને બીજી વાત એ છે કે દરેકને પોતાની પ્રગતિનો જ વિચાર છે.ત્યારે આ બંને બાબતથી પર એક એવા વ્યક્તિ -એવા શિક્ષકની વાત આપણી સામે મુકું છું કે જે પોતે તો સર્જક છે જ પણ અન્યને પણ પ્રોત્સાહન આપવાનું ચૂકતા નથી.આ વાત છે વડોદરા જીલ્લાના ના સાવલી તાલુકા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી મુકેશભાઈ કે શર્માની.
કાલે શિક્ષક જ્યોત સામયિકમાં મારો લેખ પ્રકાશિત થયો,તો એમાંથી નંબર મેળવીને તરત મને અભિનંદન આપવા માટે ફોન કર્યો.મને જ નહિ શિક્ષણમાં વિશેષ કામ કરનાર અને એવોર્ડ મેળવનાર દરેક શિક્ષકને તેઓ ફોન કરી અભિનંદન પાઠવે છે ,માત્ર ફોન જ નહિ -પત્ર પણ લખે છે -શુભેચ્છા સંદેશ.... તેમને પોતાને પણ ઘણા એવોર્ડ મળેલ છે.માર્ચ ૨૦૧૭ માં MHRD દ્વારા નેશનલ એવોર્ડથી સન્માનિત થયા.આ સિવાય જીલ્લા કક્ષાના બેસ્ટ BRC એવોર્ડ મળેલ છે.આવી વિશેષ પ્રતિભા સંપન્ન વ્યક્તિ જ્યારે પોતાનો કિંમતી સમય કાઢીને અભિનંદન પાઠવે ત્યારે આનંદ થાય છે મિત્રો....
કારણ કે આજે આ માટે કોઈ પાસે સમય નથી.હું મુકેશભાઈ શર્મા સાહેબનો આભારી છું...સલામ છે આવા વ્યક્તિને અને એમના આ પ્રયત્નને