શિક્ષક દિનના પાવન અવસરે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award મળ્યો. જે મારા માટે યાદગાર પ્રસંગ બની રહ્યો.શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે 2010 થી આ એવોર્ડ અપાય છે.2010 થી 2016 અત્યાર સુધીના આ 7 વર્ષમાં ગુજરાતમાથી કુલ 4 શિક્ષકોને જ આ એવોર્ડ મળ્યો છે.
(1) લક્ષ્મણભાઇ ચૌધરી (2) હરેશભાઈ મકવાણા (3) પુરણ ગોંડલિયા (4) રાકેશ પટેલ
આ વર્ષે સમગ્ર ભારતમાથી કુલ 24 શિક્ષકો જ આ એવોર્ડ માટે સિલેક્ટ થયા છે,જેમાં મારી પસંદગી થતાં હું આનંદની લાગણી અનુભવું છું.હું માનું છું કે આ મારૂ નહીં પણ સમગ્ર શિક્ષક સમાજનું સન્માન છે.જ્યાં પ્રવેશ પણ મેળવવો મુશ્કેલ છે એવા રાષ્ટ્રપતિભવનમાં સન્માનનીય રાષ્ટ્રપતિ સાથે ગૃપ ફોટો થાય.! એનાથી મોટી બીજી વાત શું હોઇ શકે ?
રાષ્ટ્રપતિભવનમાં મહેમાનની જેમ એવોર્ડ મેળવનાર તમામ શિક્ષક મિત્રોને ચા-નાસ્તો કરાવવામાં આવ્યો અને રાષ્ટ્રપતિજીએ ' શિક્ષક સમાજમાં સન્માનનીય છે એમનું સ્થાન કોઈ ન લઈ શકે' -પ્રેરક ઉદબોધન કર્યુ.અહી આપેલ વિડીયો દ્વારા આ સ્પીચ આપ સાંભળી શકો છો.
- આ એવોર્ડ સાથે સિલ્વર મેડલ / પ્રમાણપત્ર / લેપટોપ / એજ્યુકેશનલ સૉફ્ટવેર સીડી / + ક્યારેય ન ભુલાઈ શકે એવું રાષ્ટ્રીય કક્ષાએ સન્માન મળેલું છે. સાથે સાથે આપ સૌ શિક્ષક મિત્રો તરફથી શુભેચ્છાઓનો વરસાદ તો ખરો જ હો ..- આભાર મિત્રો . હું આપ સૌનો ઋણી રહીશ.
- આદરણીય રાષ્ટ્રપતિજીએ શિક્ષક દિન પર આપેલ પ્રેરક સ્પીચ -Video
વિજ્ઞાન ભવન -દિલ્લી -એવોર્ડ સમારોહ : ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેકૈંયા નાયડુજીના હસ્તે
રાષ્ટ્રપતિભવનમાં આદરણીય રાષ્ટ્રપતિજી સાથે ગૃપ ફોટો
એવોર્ડ સાથે મળેલ સિલ્વર મેડલ
Thanks to Nimesh Gondaliya : Ab tak Newspaper -Rajkot
Ab tak Newspaper Website : Click here
Thanks to Nimesh Gondaliya : Ab tak Newspaper -Rajkot
Ab tak Newspaper Website : Click here