સારસ્વત મિત્રો,
આ વર્ષથી વર્ષ ૨૦૧૭-'૧૮ ની સ્થિતિએ ધોરણ ૧ થી ૧૨ ની રાજ્યની તમામ શાળાઓ ( સરકારી /ગ્રાન્ટેડ/ખાનગી /આશ્રમ શાળા) એ આધાર ડાયસની ઓનલાઇન એન્ટ્રી શાળાકક્ષાએ જાતે કરવાની છે.SSA ના જણાવ્યા અનુસાર આ કામગીરીની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રી/મુખ્ય શિક્ષકશ્રીની છે.RTE અનુસાર આ માહિતી આપવી ફરજીયાત છે.ત્યારે દરેક શાળા સરળતાથી ઓનલાઇન વિગત અપડેટ કરી શકે એ માટે સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો બનાવવામાં આવ્યા છે.જેના આધારે આપ ઓનલાઇન અપડેટ કેવી રીતે કરવું ? એ સમજી શકશો. SSA ના આ પ્રયત્નને અભિનંદન છે.
(Aadhar DISE Video Created by : Puran Gondaliya)
Aadhar DISE Video (Gujarati)
- Part : 1 -Aadhar Enabled DISE Introduction &Change Password
( આધાર એનેબલ ડાયસ પરિચય અને લોગીન પાસવર્ડ કેવી રીતે બદલશો ?) - Part.2 - How to Update Student Detail on Websie ?
(ધોરણ વાઈઝ અભ્યાસ કરતા વિદ્યાર્થિઓની માહિતી અપડેટ કેવી રીતે કરશો ? - Part.3- How to Add New Student's Name & Delete Name ?
( નવા પ્રવેશ પામેલા બાળકોના નામ કેવી રીતે ઉમેરશો / શાળા છોડી ગયેલા બાળકોના નામ તમારા વર્ગની યાદીમાંથી કમી કેવી રીતે કરશો?)
સર્વ શિક્ષા અભિયાન દ્વારા English /ગણિત /ગુજરાતી /વિજ્ઞાન જેવા વિષયોના વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે,જેનો આપ વર્ગમાં સીધો ઉપયોગ કરી શકો છો.વિદ્યાર્થીઓ ઘર બેઠા પોતાના મોબાઈલ /કમ્પ્યૂટર કે લેપટોપ પર જોઈ શકે છે.ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે જ્યારે પણ કોઈ નવા વીડિયો મુકાશે તો આપને મેસેજ મળી જશે.