નમસ્કાર મિત્રો,
વર્ષ ૨૦૧૭ માં રાજ્યકક્ષાનું ઇનોવેશન ફેર આગામી તા.૨૪ થી ૨૬ માર્ચ સાપુતારા મુકામે થનાર છે. આપ સૌના પ્રેમ અને સહકારથી રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં " ICT અને બ્લોગનો શિક્ષણમાં ઉપયોગ" મારું આ ઇનોવેશન જિલ્લામાંથી પસંદ થયેલ છે.આ તકે હું મારા જિલ્લાના શિક્ષકો/ડાયેટ પોરબંદર તેમજ અન્ય જિલ્લાના તમામ શિક્ષકો અને શિક્ષણપ્રેમી મિત્રોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરતા આનંદની લાગણી અનુભવું છું.ઘણા મિત્રોના અભિપ્રાય મળેલ છે.ઘણા શિક્ષકમિત્રો પોતાના વર્ગખંડમાં મારા બનાવેલ વીડીયો/સંદર્ભ માહિતીનો ઉપયોગ કરે છે,જે મારા માટે આનંદની વાત છે.આ બ્લોગની નિયમિત મુલાકાત બદલ પણ આભાર.