14 Feb 2017

ભાવનગરની પી.એન.આર. સોસાયટી દ્વારા મારું સન્માન -

PNR Society = દિવ્યાંગ બાળકો માટે રાજ્ય અને રાષ્ટ્ર લેવલ કામ કરતી સેવાભાવી સંસ્થા)
૧૨-૨-૨૦૧૭ રવિવારના રોજ, નટરાજ કેમ્પસ, કાળીયાબીડ, ભાવનગર ખાતે પી. એન. આર. સોસાયટી, ભાવનગર દ્વારા ICT અંતર્ગત શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય કરતાં કુલ 8 શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો આ સમારંભ નું આયોજન નિવૃત પ્રોફેસર ડો.નવનીત રાઠોડ સાહેબ તથા નિવૃત પ્રિન્સિપાલ પણ જેનામાં કઈક કરી છૂટવાની અને નવી કેડી કંડારવાની પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન થાય એવા શ્રી ધંધૂકીયા ધીરુસાહેબ અને પી.એન.આર. સોસાયટી દ્વારા યોજાયો હતો .જેમાં જી.સી.ઈ.આર.ટી.ના ભૂતપૂર્વ નિયામક શ્રી ડો. નલિન પંડિત સાહેબ પણ હાજર રહયા હતા. ઉપરાત પી.એન.આર. સોસાયટીના પ્રમુખસાહેબશ્રી ,મંત્રી, ભાવનગરના અગ્રણી હોદેદારો તેમજ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શ્રી ડો. નલિન પંડિત સાહેબના હસ્તે સન્માનીત થવાનો મોકો મને મળ્યો હતો.સંસ્થા દ્વારા ખૂબ સરસ આયોજન થયું હતું.Share This
Previous Post
Next Post