શાળા અને બાળક - વિશે એક સરસ મજાની સંકલ્પના....
શાળામાં પ્રવેશ કરતા જ બાળક નિયમોના ખાનામાં બંધિયાર બની જતુ હોય છે,પણ આ એક એવી શાળા છે કે જ્યાં બાળક શાળામાં પ્રવેશતાની સાથે જ મોજ/મજાની મસ્તીમાં આવી જાય છે.માટે જ આ શાળાને મસ્તી કી પાઠશાલા નામ આપવામાં આવ્યું છે.શિક્ષક પોતાની શાળા અને બાળકો માટે શું કરી શકે એનું જીવંત ઉદાહરણ આ શાળા છે.રાકેશભાઇ પટેલ/ગોપાલભાઇ પટેલ તેમજ શાળા પરિવારના સહિયારા પ્રયાસથી આ શાળા આજે અન્ય શાળા માટે પ્રેરણા સમાન બની રહી છે.