શિક્ષકોમાં ટેકનોલોજીનું જ્ઞાન વધે તે માટે કોઇ કલેક્ટરશ્રીએ તાલીમનું આયોજન કર્યું હોય એવું મે સાંભળ્યું નથી,પણ આપ સાહેબશ્રીએ આ કામ કર્યું છે.૨૨.૧.૨૦૧૬ ના રોજ ઠાસરા મુકામે આ તાલીમમાં તજજ્ઞ તરીકે મારે જવાનું થયું ત્યારે આપની સાથે મળવાનો અને આપના માર્ગદર્શનનો લાભ લેવાનો બહુ થોડો સમય મને મળ્યો છે,તેમ છતા જેટલો સમય મળ્યો એ અનુભવ અવિસ્મરણિય રહ્યો છે.આપની પાસે માનવીય અભિગમ અને અનુભવજન્ય દીર્ઘદ્રષ્ટિ છે,જેને હું વંદન કરૂ છું
આપના બધા સપના પૂરા થાય અને આપ તન અને મનથી હંમેશા તંદુરસ્ત રહો,હંમેશા પ્રગતિ કરો એવી ઇશ્વરને પ્રાર્થના સહ ....
ઠાસરા તાલીમ એક યાદગાર સંભારણું બની ગયું છે મારા માટે.આ સિવાય BRC સિસોદિયા સાહેબ,CRC અમિતભાઇ,કલ્પેશભાઇ પંચાલ,ગઢવી સાહેબ,એડવોકેટ સાહેબ વગેરે સાથે મળીને આનંદ થયો.આપ સૌને આ બ્લોગના માધ્યમથી મારી યાદ.......