ભારતના સ્વાતંત્ર્ય
સંગ્રામની બે ધારાઓમાં સશષા ક્રાંતિજંગની ચિનગારી ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવથી પ્રગટી
હતી. ૧૮૫૭ના વીર નાયકો નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે,
વિગેરેમાં તેજસ્વિની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ છે. નાની
વયમાં જ તે પ્રખર બુદ્ધિમતી, રણનીતિ કુશળ અને રાજય
વહીવટમાં અત્યંત દક્ષ હતાં. ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સલ્તનતને હફાવનાર વીરાંગના
રાણી લક્ષ્મીબાઇનું બલિદાન સદા અવિસ્મરણીય રહેશે.રાણી લક્ષ્મીબાઇ સ્વરાજ્ય માટે
લડી, સ્વરાજ્ય માટે મરી અને સ્વરાજ્ય પાયામાં પથ્થર
બની.