આજે મારિયા મોન્ટેસરીની પૂણ્યતિથી
તેઓ જાણીતાં શિક્ષણવિદ્ હતાં. તેમણે
આપેલી શિક્ષણ પદ્ધતિને મોન્ટેસરી નામે ઓળખાય છે.તેમને એક પ્રવાસમાં જવાનું થયું ત્યાં તેમને
મંદબુદ્ધિનાં બાળકોને
મળવાનું થયું. આ બાળકો કંઈ પણ વાંચવા-લખવા અને સમજવા માટે અસમર્થ હતાં. તેથી આ બાળકોને જોઈને તેમને એવી શિક્ષણ પદ્ધતિ
વિકસિત કરવાની પ્રેરણા થઈ
જેમાં બાળક સરળતાથી જ્ઞાન મેળવી શકે. જેમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંનેનો ઉપયોગ હોય, આ પદ્ધતિમાં સાધન દ્વારા શિક્ષણ આપવાની વાત હતી.આ પદ્ધતિ એટલી સફળ રહી છે કે આજે પણ દુનિયામાં અનેક
ઠેકાણે મોન્ટેસરી પદ્ધતિથી જ શિક્ષણ અપાય છે.
- મારિયા મોન્ટેસરી સંક્ષિપ્ત પરિચય
- મારિયા મોન્ટેસરીએ આપેલ શિક્ષણ પદ્ધતિ વિશે
- મારિયા મોન્ટેસરી જીવન પરિચય વિડ્યો ડાઉનલોડ