30 May 2016

શિક્ષણમાં ડિઝીટલાઇઝેશન તાલીમ - નવતર પ્રયોગ

ICT in Education તાલીમ - જૂનાગઢ/ગીર સોમનાથમાં તજજ્ઞ તરીકે (૨૮/૨૯ મે,૨૦૧૬)
ગુજરાતમાં સૌપ્રથમ તાલીમનો નવતર પ્રયોગ - આયોજક : શ્રી બલદેવપરી સાહેબ-
સામાન્ય રીતે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને T.A.,D.A. સાથે તાલીમ આપવામાં આવતી હોય છે,પરંતુ તાજેતરમાં બરવાળા માધ્યમિક શાળાના શિક્ષક શ્રી બલદેવપરી સાહેબે તા.૨૮/૦૫/૨૦૧૬ ના રોજ તાલીમનો નવો રાહ ચીંધ્યો છે.જેમાં શિક્ષકોને તેમના સ્વખર્ચે સ્વૈચ્છિક તાલીમ આપવાનું એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વર્ગશિક્ષણમાં ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો જેનાથી બાળકોને અધ્યયનમાં વધુ રસ લેતા કરી શકાય,તેની સમજ આપી હતી.આ તાલીમમાં વિડ્યો કેવી રીતે બનાવી શકાય ? વેબ બ્રાઉઝર/શૈક્ષણિક બ્લોગ કેવી રીતે બનાવી શકાય ?બ્લોગ પર પોસ્ટ કેવી રીતે મુકવી?MCQ ક્વિજ કેવી રીતે બનાવવી ? યુટ્યુબનો પરિચય તેમજ ગુગલનો શિક્ષણમાં ઉપયોગ વગેરે વિષય પર માહિતી આપવામાં આવી હતી.આ તાલીમમાં ૧૦૦ થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા.
આવી જ તાલીમ ૨૯/૫/૨૦૧૬ ના રોજ ગીર સોમનાથમાં રાખવામાં આવી હતી.જેમાં ૫૦ થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો.(કોઇ શિક્ષક દ્વારા આવી તાલીમનું આયોજન થયુ હોય એવું ગુજરાતમાં સૌપ્રથમવાર બન્યું છે.અભિનંદન છે શ્રી બલદેવપરી સાહેબને અને હ્રદયપૂર્વક આભાર,કે મને આ તાલીમમાં તજજ્ઞ તરીકે મારી વાત રજૂ કરવાની તક આપી.)
Share This
Previous Post
Next Post