આજે રતુભાઈ અદાણીની જન્મજયંતિ
રતુભાઈ અદાણી'નો જન્મ તા. ૧૩ એપ્રિલ ૧૯૧૪ના દિવસે ભાણવડ મુકામે
થયો હતો. ધોલેરા છાવણી પર કૂચ લઈ જતા તેમની ધરપકડ થઈ હતી, જેલમાં જ રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ શીખ્યા. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃત્તિઓ
માટે ‘સર્વોદય મંદિર’ સંસ્થા
શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યુ. આરઝી હકૂમતની લોકસેનાના સરસેનાપતિ તરીકે રતુભાઈએ
જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી
બજાવી હતી. ગૃહખાતા તરફથી રતુભાઈની માનદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી
બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે
ચૂંટાયા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. ઈ. સ. ૧૯૯૭ના વર્ષમાં તેમનું અવસાન
થયું.
રતુભાઇ અદાણી પરિચય વિડ્યો ડાઉનલોડ