પોરબંદરમાં સાંદિપની રોડ પર આવેલ સીતારામનગરની આસપાસમાં " Bird Conservation Society " ના પ્રમુખશ્રી ભરતભાઇ રૂઘાણીના નેતૃત્વ હેઠળ ચકલીના માળા-પાણીના કુંડા મુકાયા તેમજ સાથે સાથે ચકલીના અસ્તિત્વને બચાવવા માટે લોકોને જરૂરી માહિતી આપી.ઉનાળાના ગરમીના આ દિવસોમાં પક્ષીઓ માટે પાણીના કુંડા નિયમિત ભરવા અપીલ કરવામાં આવી.
ઉલ્લેખનીય બાબત એ છે કે પોરબંદરના અનેક વિસ્તારમાં ઘેર ઘેર જઇને ભરતભાઇ રૂઘાણી અને એમની ટીમ દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાઓ લગાવેલા છે.અનેક સંસ્થાઓ અને રાજ્ય સરકાર દ્વારા એમની આ કામગીરીની નોંધ લેવામાં આવી છે.પ્રકૃતિની આ નિસ્વાર્થ સેવામાં એમની સાથે રહી એમના આ કાર્યમાં મદદ કરવાની તક મળી - આ તકે ભરતભાઇ રૂઘાણી સાહેબનો હ્ર્દયપૂર્વક આભાર,,,ઇશ્વર એમના આ કાર્યમાં વધુને વધુ સફળતા આપે તેવી શુભેચ્છા સહ.
- પોરબંદરની આસપાસના વિસ્તારના લોકો ભરતભાઇ રૂઘાણી સાહેબના આ કાર્યમાં જોડાવા માગતા હોય અથવા તો આપે " ચકલી બચાવો " સંદર્ભમાં કોઇ કામગીરી કરેલ હોય તો એમનો સંપર્ક કરો .- મો.નંબર - ૯૮૨૫૦ ૧૪૦૨૫
- ભરતભાઇ રૂઘાણી સાહેબને ફેસબુક પર મળવા માટે અહીં ક્લિક કરો-