વિદ્યાર્થીઓના જનરલ નોલેજમાં વધારો થાય તેવો સરસ પ્રયત્ન અમારા રાણાવાવ તાલુકાની પે.સે.કન્યાશાળાના શિક્ષક મિત્રો કરી રહ્યા છે.જેમાં કેતનભાઇ લાડાણી , મનિષાબેન બારીયા અને રેખાબેન ગોહેલ દ્વારા ક્વિઝ તૈયાર કરી વિદ્યાર્થીઓને પ્રિન્ટ સ્વરૂપે વાંચન માટે અપાય છે.ત્યારબાદ થોડા દિવસ પછી OMR શીટમાં આ પ્રશ્નોની ટેસ્ટ લેવાય છે.જેનાથી મૂલ્યાંકન તો થાય જ છે,પણ સાથે સાથે OMR શીટમાં જવાબ આપવાની પ્રેક્ટીસ થાય છે./જ્ઞાનમાં વધારો થાય છે./કંઇક નવું જાણ્યાની ખુશી થાય છે.
પ્રશંસનીય બાબત એ છે કે આ મટિરીયલ્સ પ્રિન્ટ આઉટ શિક્ષકમિત્રો સ્વખર્ચે કરી રહ્યા છે.આ સારસ્વત મિત્રોને અભિનંદન છે આ કાર્ય બદલ ........એમની તૈયાર કરેલ એક 165 પ્રશ્નોની ક્વિઝ ફાઇલ અહીં મુકેલ છે.