આ બ્લોગ/વેબસાઇટ વિશે ઘણા અભિપ્રાય મળે છે,વાંચીને આનંદ થાય છે અને વધુ કાંઇક નવું અને ઉપયોગી એવું આ બ્લોગના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા મળે છે.ડૉ.બલરામ ચાવડા સાહેબનો મળેલ એક અભિપ્રાય ખૂબ સરસ અને હ્રદયસ્પર્શી લાગ્યો,જે આપની સામે મુકુ છું.,મિત્રો આપ પણ આપનો અભિપ્રાય આપી શકો છો.જમણી બાજુ અભિપ્રાય આપો લખેલ છે,તેના પર ક્લિક કરીને - અથવા અહી ક્લિક કરો.
- " આપની વેબસાઈટ હવે વિશ્વકોશ સમી બનતી જાય છે.અત્યંત ઉપયોગી માહિતી મળશે એવી ધારણા સાથે આ બ્લોગ વાચું છું.ને રોજ મારી ધારણા સાચી પડે છે.બાળકો,યુવાનો.સ્ત્રીઓ અને વૃદ્ધ જિજ્ઞાસુઓને આ સાઈટ બધા પ્રકારનું જ્ઞાનપાથેય પૂરું પાડે છે. આપે એક રીતે જ્ઞાનયજ્ઞ,તપયજ્ઞ,શ્રમયજ્ઞ અને સમયયજ્ઞ ઘણા સમયથી શરું કર્યો છે જે મહારુદ્ર યજ્ઞ સમાન છે જેમાં મારા પ્રસંશા રૂપી સમિધ હોમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ."- ડૉ.બલરામ ચાવડા